Maharashtra: આ 4 MLAએ ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ ન કર્યો, એક નામ જાણીને તો સ્તબ્ધ થઈ થશો

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly)માં મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના (Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress) ની સરકારે શનિવારે બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ સરકારને વિશ્વાસમતમાં કુલ 169 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. 

Maharashtra: આ 4 MLAએ ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ ન કર્યો, એક નામ જાણીને તો સ્તબ્ધ થઈ થશો

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly)માં મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના (Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress) ની સરકારે શનિવારે બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ સરકારને વિશ્વાસમતમાં કુલ 169 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. જેમાં શિવસેના, એનસીપી (NCP) , કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, અપક્ષો અને અન્ય સહયોગી પાર્ટીઓએ ટેકો આપ્યો. વિશ્વાસમત દરમિયાન 4 ધારાસભ્યો તટસ્થ રહ્યાં એટલે કે તેમણે કોઈને પણ મત આપ્યો નહીં. 

આ 4 ધારાસભ્યોએ ન તો ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના પક્ષમાં મતદાન કર્યું કે ન તો વિપક્ષને ટેકો આપ્યો. આ તટસ્થ રહેલા ધારાસભ્યોમાં ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે (Raj Thackeray) ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક માત્ર ધારાસભ્ય પ્રમોદ (રાજુ) રતન પાટિલ, CPI(M)ના ધારાસભ્ય નિકોલે વિનોદ ભીવા અને એઆઈએમઆઈએમના 2 ધારાસભ્ય મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ ખાલિક અને શાહ ફારૂક અનવર સામેલ છે. તેમણે સદનની અંદર કોઈ પણ પાર્ટીને સમર્થન આપ્યું નથી. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના નવા બનેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શપથવિધિમાં MNSના અધ્યક્ષ રાજ ઠાકરે પણ સામેલ થયા હતાં. તેમની સાથે ઉદ્ધવના માસી અને રાજ ઠાકરેના માતા પણ હાજર હતાં. પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એકમાત્ર ધારાસભ્યએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારના વિશ્વાસમત સાબિત કરવામાં તેમને સપોર્ટ આપ્યો નહીં. 

આ VIDEO પણ જુઓ...

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કર્યો. 2 વાગે શરૂ થયેલી કાર્યવાહીમાં વિપક્ષના ભારે હોબાળા અને સદનમાંથી ભાજપ અને તેના ઘટક પક્ષોના વોક આઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો. સદનમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે વિરોધમાં એક પણ મત ન પડ્યો. આ ઉપરાંત 4 સભ્યો તટસ્થ રહ્યાં. એટલે કે તેમણે  કોઈને પણ સમર્થન આપ્યું નહીં. જેમાં 2 AIMIM, 1 CPM અને એક ધારાસભ્ય MNSના હતાં. આ રીતે ઉદ્ધવ ઠાકરેની સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો. 

સદનમાં બહુમત સાબિત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં પહેલીવાર સંબોધન કરતા કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજને વંદન કરીને હું અહીં આવ્યો છું. અમારું મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે. તેઓ અમારા માટે દેવતા સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે દનમાં વિરોધ પક્ષ નથી. દેવેન્દ્ર ફડણવીસે જો અમે શપથ દરમિયાન શિવાજી મહારાજ, સાહૂજી મહારાજ અને ડો.ભીમરાવ આંબેડકરનું નામ લીધુ તો તેમને આપત્તિ શું છે? આ લોકો પણ હંમેશા આ મહાનુભવોના નામ લે છે. જે પ્રકારે સદનમાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હું કહેવા માંગુ છું કે આ એ મહારાષ્ટ્ર નથી જે અમે ઈચ્છીએ છીએ. 

ત્યારબાદ તેમણે કહ્યું કે અમને જે મહાનુભવોના નામ શપથગ્રહણ વખતે લીધા તેના પર અમને ગર્વ છે. હું મેદાનમાં લડનારો માણસ છું. ત્યારબાદ પ્રોટેમ સ્પીકરે તમામ ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે સદનની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગે શરૂ થશે અને સ્પીકરની ચૂંટણી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news